અરવલ્લીઃ જિલ્લાની મેઘરજ પોલીસ દ્રારા આતંર-રાજ્ય સીમા પર વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યુ હતું તે દરમ્યાન પુરઝડપે પસાર થઇ રહેલ ખાનગી કારને અટકાવામાં આવી હતી. પોલીસને જોઇ તેમાંથી એક ઇસમ ચકમો આપી ફરાર થઇ ગયો હતો. પોલીસેને શંકા જતા કારચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા કારમાં રાજસ્થાનમાંથી ચોરેલ ટ્રક્નું પાયલોટિંગ કરવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો હતો.
મેઘરજ પોલીસે આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - inter-state vehicle theft gang
અરવલ્લી જિલ્લાની મેઘરજ પોલીસે ઉંડવા ચેકપોસ્ટ નજીકથી રાજસ્થાન તરફથી આવતા ચોરીના વાહનોનીહેરાફેરી કરતી ગેંગના સાગરીતને ચોરીના વાહનો સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે એક ખાનગી કાર અને એક ટ્રક કબ્જે લીધો છે તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લની મેઘરજ પોલીસે આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો
કારને પોલીસે અટકાવતા પાછળ આવી રહેલ ચોરેલ ટ્રક સાથે રહેલ ગેંગના સાગરીતો રોડ પર ટ્રક મૂકી ફરાર થઈ ગયા હતા. મેઘરજ પોલીસે આંતર- રાજ્ય વાહનચોરી કરતી ગેંગના એક સભ્ય ચિતોડગઢના રહીશ રતનલાલ ભંવરલાલ ગુર્જરને ઝડપી સ્વીફ્ટ કાર, ટ્રક, મોબાઇલ, રોકડ રકમ મળી કુલ.રૂ.15,05,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અન્ય ત્રણ ઇસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.