બેઠકમાં સમાજના આગેવાનોને લક્ષચંડી યજ્ઞ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઊંઝા ખાતે આયોજિત યજ્ઞમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું .
ઊંઝા ખાતે લક્ષચંડી યજ્ઞને લઈ પાટીદારોની બેઠક યોજાઈ - GUJARAT
અરવલ્લી :આગામી ડિસેમ્બરમાં ઊંઝા ખાતે ભવ્ય લક્ષચંડી યજ્ઞ યોજાશે. અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજના લોકો આ યજ્ઞનો આનંદ લે તે હેતુથી એક સંમેલનનું આયોજન મોડાસાના સાકરીયા નજીક કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના મોડાસા બાયડ અને ગાબટ ઉમિયા પરિવારના પ્રમુખો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

લક્ષચંડી યજ્ઞને લઈ પાટીદારોની બેઠક યોજાઇ
લક્ષચંડી યજ્ઞને લઈ પાટીદારોની બેઠક યોજાઇ
આ પ્રકારના યજ્ઞનું 50 વર્ષમાં પ્રથમવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોડાસા ખાતે આયોજિત પાટીદાર સંમેલનને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ પટેલ તેમજ દિલીપભાઈ પટેલ સહિત સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ડિસેમ્બર મહિનામાં યોજાનાર યજ્ઞમાં ૫૦ લાખથી વધારે ભાવિક ભકતો ઉમટવાના શક્યતાઓ માનવામાં આવી રહી છે.