મોડાસા : સોમવારે સાબરકાંઠા તરફથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના તીડનું ઝૂંડ શંકરાપુરા કંપા, કલ્લિકા, રિંતોડા, વસાઈ, જેસિંગાપુરા, દોડીસરા, ઓડ અને વસાયામાં આવ્યું હતું, જેના કારણે ખેડૂતો ચીંતત થયા હતા.
અરવલ્લીના ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનું ઝૂંડ ત્રાટક્યું
અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં તીડનું ઝૂંડ ત્રાટક્યું હતું. જેના પગલે ખેતીવાડી કચેરીની ટીમ તેમજ ખેડૂતો દ્વારા તીડ ભગાડવાની કામગીરી શરૂ કરી હતી. ખેતીવાડીની ટીમો દ્વારા દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. તીડના ઝૂંડના આક્રમણના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
અરવલ્લીના ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનું ઝુંડ ત્રાટક્યું
ખેતીવાડી વિભાગે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી દવાનો છંટકાવ કર્યો હતો. જ્યારે ખેડૂતો અને તેમના પરિવારોએ થાળીઓ વગાડી અન્ય રીતે અવાજ કરી તીડના ઝૂંડના અક્રમણનને ખારવા પ્રયત્નો હાથધર્યા હતા.
અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગનું માનીએ તો આ ઝૂંડ હવે રાજસ્થાન તરફ નીકળી ગયા છે અને જિલ્લામાં કોઈ નુકસાન નથી થયું.