અરવલ્લીના ખેરચા ગામે સુર્યા એકલવ્ય સ્કૂલમાં માસ મડ બાથનું આયોજન - Arvalli Naturally Occupational Therapy Day
અરવલ્લીઃ મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખેરચા ગામે સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં આયુષ મંત્રાલય નેચરોપેથી દ્વારા માસ મડ બાથ યોજવામાં આવ્યો હતો.
શામળાજી સુર્યા એકલવ્ય સ્કૂલ દ્વારા માસ મડ બાથ યોજયો
મહાત્માં ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ 702 વ્યક્તિઓએ દરેકે આખા શરીરે મડ બાથ લગાવી અનોખો પ્રયોગ કર્યો હતો .આ સાથે જ ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે ગત વર્ષે યોજાયેલ એશિયા બુક ઓફ રેકોર્ડનો 508નો રેકોર્ડ તોડ્યો હતો.