ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના સરડોઇમાં કોરોનાનો ફેલાવો અટકાવવા બે દિવસ સ્વયંભૂ બજારો રાખ્યા બંધ - curfew news

અરવલ્લી જિલ્લામાં કોરોના કેસ વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. જેમાં ગામડામાં લોકોએ હવે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લીધો છે. મોડાસાના સરડોઇ ગામમાં કોરોનાથી બે દર્દીઓના મોત થતા કોરોનાનો ફેલાવો અટકાવવા બે દિવસ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દુકાનદારોએ દુકાનો રાખી બંધ
દુકાનદારોએ દુકાનો રાખી બંધ

By

Published : Apr 7, 2021, 9:58 PM IST

  • કોરોના કેસ વધતા લોકોમાં ભયનો માહોલ
  • લોકોએ હવે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લીધો
  • દુકાનદારોએ દુકાનો રાખી બંધ

અરવલ્લી: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના કેસ વધતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. રાજ્ય સરકાર દ્રારા 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યું છે, ત્યારે કેટલાક ગામડાઓમાં લોકોએ હવે સ્વયંભૂ બંધ પાળવાનું શરૂ કર્યુ છે. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં લોકોએ બજારો બંધ રાખી કોરોનાનો ફેલાવો અટાકવાનો પ્રયાસ કર્યો છે. ગામના બજારો બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતા દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી.

લોકોએ હવે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લીધો

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો, પાલનપુર સ્વયંભૂ બંધ

અરવલ્લી જિલ્લામાં કોરોના કેસ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસના કુલ આંકડા આપવાનું આરોગ્ય વિભાગ દ્રારા બંધ કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં બિન સતાવાર માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં કુલ 80થી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે કોરોના કાળ દરમિયાનના કુલ કેસનો આંકડો 1400ની આસપાસ પહોંચ્યો છે.

આ પણ વાંચો:ધુળેટીના પર્વ પર વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી

અરવલ્લીમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત

અરવલ્લી જિલ્લામાં મોટાભાગની કોવિડ હોસ્પિટલોમાં રેમડેસિવીર ઇન્જેકશનનો ખુટી ગયા છે. નગરનાં જાણીતાં મેડીકલ સ્ટોર્સમાં પણ ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓનાં સગાં-સબંધીઓ દોડતાં થઈ ગયાં છે. ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી કેટલાક દર્દીઓને સારવાર વગર પડી રહેવાનો વારો આવ્યો હોવાની માહિતી આરોગ્ય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details