ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદીની સભામાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારને નજર કેદ કરાયો

અરવલ્લી: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે બન્ને પક્ષો એડી ચોટી જોર લગાવી રહ્યા છે, ત્યારે ચૂંટણી સમય પોતાની માગો સાથે વિરોધ પ્રદર્શન કરવા વાળા પણ સક્રિય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે સભાને સંબોધન કરવાના છે.

By

Published : Apr 17, 2019, 5:23 PM IST

સ્પોટ ફોટો

મંગળવારે સમગ્ર શિક્ષણ અભિયાનના કરાર આધારિત કર્મચારીઓએ હિંમતનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વિરોધ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઇ વહીવટી તંત્ર અને પોલીસતંત્રએ સાવચેતીના ભાગરૂપે કર્મચારીઓના પ્રમુખ અમિત કવિને અટકાયત કરી નજર કેદ કર્યા હતા.

મોદીની સભામાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારને નજર કેદ કરાયો

ઉલ્લેખનીય છે કે, સમગ્ર શિક્ષણ અભિયાનના કરાર આધારિત શિક્ષણ અભિયાનના કર્મચારીઓના પ્રમુખ અમિત કવિએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. મોદીની જાહેરસભા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને નજર કેદમાં રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details