ગુજરાત

gujarat

ETV Bharat / state

શાળાઓમાં થતી ચોરી અટકાવવા માલપુર પોલીસે માર્ગદર્શન સેમિનાર યોજ્યો - Theft

હાલ કોરોના સમયમાં શાળાઓ મુખ્યત્વે બંધ રહેવાના કારણે તસ્કરોના નિશાન પર છે. છેલ્લાં કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં બંધ શાળા અને હાઈસ્કૂલોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. જેને લઇ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે હાઈસ્કૂલમાં થતી ચોરી અટકાવવા શાળા અને હાઈસ્કૂલના આચાર્યો સાથે સંકલન સૂચન કર્યુ હતું. જે અંતર્ગત માલપુર પોલીસે બીઆરસી,સીઆરસી અને આચાર્યો સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું.

શાળાઓમાં થતી ચોરી અટકાવવા માલપુર પોલીસે માર્ગદર્શન સેમિનાર યોજ્યો
શાળાઓમાં થતી ચોરી અટકાવવા માલપુર પોલીસે માર્ગદર્શન સેમિનાર યોજ્યો

By

Published : Sep 17, 2020, 5:26 PM IST

માલપુરઃ અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પગલે શાળાઓમાં શિક્ષણકાર્ય અચ્ચોક્સ મુદત સુધી બંધ છે જેથી શાળાઓ બપોર પછી બંધ રહે છે. આ પરિસ્થિતિમાં તસ્કરોને શાળાઓમાં ચોરી કરવાનું મોકળું મેદાન મળી ગયું છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ચોરીની ઘટનાને અંજામ આપતાં તસ્કરોને ઝડપી પાડવા તમામ પોલીસ મથકોને તાકીદ કરી હતી.

શાળાઓમાં થતી ચોરી અટકાવવા માલપુર પોલીસે માર્ગદર્શન સેમિનાર યોજ્યો

જે અંતર્ગત માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકીએ માલપુર બી.આર.સી ભવન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસી તથા સીઆરસી ઉપસ્થિતિમાં તમામ શાળાઓના આચાર્યોને શાળામાં કોમ્પ્યુટર સહિત કિંમતી સામાનની ચોરી અટકાવવા કઈ રીતે તકેદારી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમ જ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની જોગવાઈ કરવા પ્રાથમિક શિક્ષણાધિકારીને વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details