ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડામાં 65 વર્ષીય કનુભાઈ લાકડાના બિન ઉપયોગી ટુકડામાંથી બનાવે છે અદભૂત વસ્તુ - Aravalli

મન માં હોય ઉમંગ તો ઉંમર તો ફકત આંકડો જ છે. કઇંક શિખવા માટે કે, કંઇક કરી બતાવવા માટે ઉમર બાદ્ય નથી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રહેતા કનુભાઇ ઉંમરના આખરી પડાવે પહોંચ્યા છે. પરંતુ તેમણે નિવૃત જીવનને કલાથી શણગાર્યુ છે. કનુભાઇ લાકડાના બિન ઉપયોગી ટુકડામાંથી રસોડા ઉપયોગી તેમજ ગીફ્ટ આર્ટીકલ વસ્તુઓ બનાવે છે. જુઓ ખાસ એહવાલ..

Aravalli
ભિલોડા

By

Published : Jun 11, 2020, 2:26 PM IST

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરીયાળ ગામ નારસોલીમાં રહેતા 65 વર્ષના કનુભાઇ સુથારનો મૂળ વ્યવસાય ખેતીનો છે. પરંતુ પોતાની કોઠા સૂઝથી બિન ઉપયોગી લાકડા પર કળા કારીગરી કરી અદ્ભૂત વસ્તુ બનાવવાનો તેમને શોખ છે. ખેતી કરીને પોતાનું જીવન નિવાર્હ કરે છે. પરંતુ પ્રવૃતમય રહેવા લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે.

જ્યારે કનુભાઇની વસ્તુઓની બજારમાં ઘણી માંગ છે. તેઓ ઓર્ડર પ્રમાણે લાકડાની વસ્તુઓ બનાવી આપે છે. તેમના મિત્રો પણ તેમના પ્રવૃતિમય જીવનથી ખૂબ જ પ્રભાવિત છે. કનુભાઇના સંતાનો પોતાના કામમાં વ્યસ્ત છે. ત્યારે ઉંમરના આખરી પડાવે પહોંચેલા કનુભાઇ પોતાનો સમય કઇંક સર્જન કરી પસાર કરે છે. કળા પર કોઇનો ઇજારો હોતો નથી. માણસ શિક્ષિત ભલે ન હોય પણ કૌશલ્ય હોય તો આત્મનિભર રહી શકે છે.

ભિલોડામાં કનુભાઇ લાકડાના બિન ઉપયોગી ટુકડામાંથી બનાવે છે અદભૂત વસ્તુ

ABOUT THE AUTHOR

...view details