- અરવલ્લીના મેધરજ તથા માલપુર તાલુકામાં મગફળી વેચવા ખેડૂતોનો લાંબી લાઇનો લાગી
- મેઘરજમાં દિવસના માત્ર 20 જેટલા ખેડૂતોના ટ્રેકટરોની મગફળી તોલાતા મુશ્કેલી
- ખેડૂતોને ઠંડીમાં રાત વાસો વેઠવાનો વારો આવ્યો
અરવલ્લીઃ દિવાળી પહેલા ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના ભાવ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવની આસપાસ મળી રહેતા મગફળી ખરીદ કેન્દ્રો પર એકદોકલ ખેડૂતો જોવા મળતા હતા. દિવાળી તહેવારો પછી ખુલ્લા બજારમાં મગફળીના ભાવ અપુરતા મળતા ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર લાઈન લગાવી દીધી છે. જોકે ખરીદ કેન્દ્ર પર યોગ્ય વ્યવસ્થાપનનો અભાવ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મેઘરજમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી છે. માર્કેટયાર્ડ ખાતેના નાફેડ કેન્દ્ર પર દીવસના માત્ર 20 જેટલા ખેડૂતોના મગફળી તોલાઇ રહી છે.