- ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
- નિયમના કારણે બોર્ડર પર બન્ને તરફ વાહનોની લાંબી કતાર
- પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કરાય છે સઘન ચેકિંગ
મોડાસા: ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાતા ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. બોર્ડર પર એક બાજુ ગુજરાત પોલીસના કર્મીઓ રાજસ્થાનથી ગુજરાત આવી રહેલા અને રાજસ્થાન પોલીસના કર્મીઓ ગુજરાતથી રાજસ્થાનમાં પ્રવેશી રહેલા વાહનચાલકોના RT-PCR રિપોર્ટ ચેક કરી રહ્યા છે.
ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાતા બોર્ડર પર વાહનોની કતાર પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત
ગુજરાત રાજ્યમાં પ્રવેશતા તમામ વાહન ચાલકો અને પ્રવાસીઓનો RT-PCR રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અરવલ્લી જિલ્લાની શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેઓ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનો ચાલકોના RT-PCR રિપોર્ટ ચેક કરી રહ્યા છે. આ કાર્યવાહીના પગલે બોર્ડર પર વાહનોની ગતી ધીમી થતા વાહનોની કતાર લાગી હતી. નોંધનીય છે કે, 1 એપ્રિલથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોનો RT-PCR રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.