ક્રિષ્ના શાળામાં કે નગરમાં નીકળી હોય ત્યારે જો કોઈની નજર તેના લાંબા વાળ પર પડે તો નજર હટે જ નહીં. મોડાસાના સાયરા ગામની વતની નિલાંશી પટેલ માથાના સૌથી વધુ લાંબા વાળ માટે ગિનિસ બુકમાં સ્થાન મેળવી વિશ્વમાં નામના મેળવી હતી. ત્યારે વધુ એક સિદ્ધિ મેળવવા અને અરવલ્લી સહિત ગુજરાત તેમજ દેશનું નામ રોશન કરવા ક્રિષ્ના યથાર્થ મહેનત કરી રહી છે. ક્રિષ્ના પોતાના માથાના લાંબા વાળની ખુબ જ કાળજી રાખે છે. તેમજ વાળ ધોવા માટે તેની માતા તેને મદદ કરે છે .
5 ફૂટ અને 10 ઇંચ લાંબા વાળ સાથે અરવલ્લીની યુવતીને ગીનીસ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવાની આશા - increase
અરવલ્લીઃ માથાના વાળા લાંબા કરવાનો ક્રેઝ યુવતીઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મોડાસાના સાયરા ગામની વતની નિલાંશી પટેલે સૌથી વધુ લાંબા વાળ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે અરવલ્લીના ભિલોડાની કિષ્ના પણ લાંબા વાળ ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે. ભિલોડાના કોટેજ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી માતા મીનાબેન અને દરજી કામ સાથે સંકળાયેલા પિતા કમલેશભાઈ પંચાલની દીકરી ક્રિષ્ના લાંબા વાળ ધરાવતી હોવાથી આકર્ષણ જમાવી રહી છે.
અરવલ્લીમાં લાંબા વાળાનો ક્રેઝ વધ્યો
ક્રિષ્ના વાળ 5 ફૂટ અને 10 ઇંચ લાંબા હોવાથી દર રવિવારે તેની માતા મીનાબેન પંચાલ માટે મદદ કરે છે. તેના વાળની વૃદ્ધિ માટે સાબુ, શેમ્પુ તેમજ તેલ જેવી વસ્તુઓ હર્બલ વાપરવાનો આગ્રહ રાખે છે. કિષ્ના અને તેના માતા-પિતા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ સંસ્થાનો સંપર્ક કરવા પ્રયત્ન કરે તે પણ વિશ્વના સૌથી લાંબા વાળ ધરાવતી યુવતિમાં સ્થાન પામે તેવુ ઇચ્છી રહ્યા છે.
Last Updated : May 31, 2019, 4:52 PM IST