અરવલ્લી જિલ્લાની પોલીસ રોજબરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપે છે, તેમ છતાં બુટલેગરો યેન કેન પ્રકારે દારૂ પહોંચાડવામાં સફળતા મેળવી રહ્યા હોય તેવું શ્યામસુંદર શોપિંગ સેન્ટરના પાર્કીંગ એરિયામાં પડેલ વિવિધ જાતની દારૂની બ્રાન્ડની બોટલો પરથી લાગી રહ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર! - liquor bottle
અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના હાર્દસમા વિસ્તારમાં આવેલા શ્યામસુંદર શોપિંગ સેન્ટરના પાર્કીંગ એરિયામાં દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ પડેલી જોવા મળે છે. મળતી માહિતી અનુસાર, આ શોપિંગ સેન્ટરના દુકાનદારોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
arl
પોલીસ દ્રારા જ્યારે દારૂબંધીની કડક અમલવારીના દાવા થતા હોય ત્યારે, નશાખોર લોકો આ દારૂ લાવે છે ક્યાંથી તે એક મોટો પ્રશ્ન છે.