અરવલ્લી જિલ્લાએ શિક્ષણ અને આરોગ્ય નગરી છે.સામાન્ય રીતે આ પ્રકારની કોન્ફરન્સનું મેટ્રો સિટીમાં આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ પ્રથમવાર યોજાયેલી લેપ યુરો ફિટ કોન્ફરન્સ સફળ સાબિત થઈ હતી.કોન્ફરન્સમાં અંદાજે 8 ઓપરેશન યોજવામાં આવ્યા હતા.
અરવલ્લીમાં પ્રથમવાર લેપ યુરો ફિટ કોન્ફરન્સનું આયોજન કરાયું - EUROFIT
અરવલ્લી : ઉતર ગુજરાતમાં સૌપ્રથમવાર લેપ યુરો ફિટ 2019 કોન્ફરન્સનું મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યના 200થી વધુ ડૉક્ટર જોડાયા હતા.
સ્પોર્ટ ફોટો
તેમજ ઓડિયો વિડીયો કોન્ફરન્સ દ્વારા નિષ્ણાંત ડૉક્ટર દ્વારા સેમિનારમાં જોડાયેલા ડૉક્ટરોને જાણકારી આપવામાં આવી હતી. લાઈવ વર્કશૉપમાં લેપ્રોસ્કોપી તેમજ યુરોલોજી ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં સારણગાંઠ, કિડની , પથરી પ્રોસ્ટેડના ઓપરેશન કરવામાં આવ્યા હતા.ગ્રામિણ વિસ્તારમાં યોજાયેલા વર્કશોપથી આવનારા દિવસોમાં આરોગ્યલક્ષી સેવાઓમાં પરિવર્તન આવવાની શક્યતાઓ છે.