- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- ઓક્સિજનની સગવડનો અભાવ
- ઓક્સિજનની સગવડ ના હોવાથી બંધ હાલતમાં
અરવલ્લીઃજિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધતા લોકો ઓક્સિજન અને બેડ માટે વલખાં મારી રહ્યા છે. મોડાસા સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઉભું કરવામાં આવેલું 50 બેડનું કોવિડ સેન્ટર ઓક્સિજન સગવડ ન હોવાથી બંધ હાલતમાં છે. સરકારી ઇજનેરી કોલેજ ખાતે કોવિડ સેન્ટર ઉભુ કરવાની માગ મોડાસાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા કોવિડ સેન્ટર ગોઠવી દેવામાં આવ્યુ છે પરંતુ હાલ દર્દીઓને સૌથી વધારે જરૂર પડે છે તે ઓક્સિજન સુવિધા વિના નકામુ થઇ ગયુ છે. આ કોવિડ સેન્ટર ઇજનેરી કોલેજના સહયોગથી શરૂ કરવામાં આવ્યુ હતું. આરોગ્ય તંત્રની ઉદાસીનતાના પગલે હવે સંસ્થાએ પણ ઢીલી નીતી રાખી છે, તેવુ લાગી રહ્યુ છે.
આ પણ વાંચોઃ મોટી ચિરઇ ખાતે 8 બેડનું ઓક્સિજનની સુવિધાવાળું કોવિડ સેન્ટર તૈયાર થયું
શુ કહે છે જિલ્લા એપિડેમિક ઓફિસર