ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના કોવિડ સેન્ટર્સમાં મેડિકલ સાધનોની અછત - Covid Centers

રાજયમાં કોરોના કેસોમાં આંશિક અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં ગામડામાં પણ કોરોના કેસો જોવા મળ્યા છે. અરવલ્લી જિલ્લામાં કોરોના સામે લડવા માટે 4 કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે પંરતુ કોવિડ સેન્ટરમાં મેડિકલ સાધનોનો અભાવ હોવાને કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

hospital
અરવલ્લીના કોવિડ સેન્ટર્સમાં મેડિકલ સાધનોની અછત

By

Published : May 6, 2021, 9:50 AM IST

  • અરવલ્લીના કોવિડ સેન્ટર્સમાં મેડિકક સાધનોની અછત
  • જિલ્લામાં 4 કોવિડ સેન્ટર કાર્યરત
  • વહેલી તકે મેડિકલ સાધનો પહોંચાડવમાં આવે તેવી માંગ

અરવલ્લી : જિલ્લામાં ચાર સરકારી કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં મોડાસા, મેઘરજ, ભિલોડા અને બાયડ ખાતે સરકારી કોવિડ સેન્ટરો હાલ કાર્યરત છે. જેમાં મોડાસામાં 125 બેડ મેઘરજ 20 બેડ ભિલોડામાં 20 બેડ અને બાયડમાં 80 બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જોકે આ મોટાભાગ કોવિડ સેન્ટરો પર આધુનિક તબીબી સાધનોનો અભાવ હોવાથી કોવિડના દર્દીઓને કેટલીક વખત સેન્ટર બહાર અન્ય ખાનગી પેથોલોજીમાં પરિક્ષણ કરાવવા જવું પડે છે.

સુવિધા ન હોવાના કારણેં દર્દીઓને અન્ય જગ્યાએ જવુ પડે છે

અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતા જિલ્લાના ચાર તાલુકાઓમાં કોવિડ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કોવિડ સેન્ટરો પર સારવાર માટે પરંપરાગત સાધાનો સિવાય આધુનિક સાધનોનો અભાવ છે. જેના પરીણામે દર્દીઓને મોટા ભાગે સી.ટી સ્કેન અને ઇ,સી.જી ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલની બહાર અન્ય ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં જવું પડે છે. જેથી કેટલીક વખત દર્દીની તબીયત સારી ન હોવાથી ખુબજ પરેશાની વેઠવી પડી છે.

મોડાસા કોવીડ સેંટર

જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ટ્રસ્ટ સંચાલીત સાર્વજનિક હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે . જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 125 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રેના ઈન્ચાર્જ તબીબ ને દર્દીઓના સારવારની વ્યવસ્થા અંગે પુછતા તેમણે જણાવ્યુ હતું કે કોવીડ સેન્ટરમાં 7 બાઇપેપ, 15 મલ્ટીપારા મોનીટર અને 3 ઇ.સી.જી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલ આ હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી. એવામાં પ્રશ્ન એ થાય છે કે શું 125 બેડ વાળી કોવીડ હોસ્પિટલમાં આટલા સાધાનો પુરતા છે.

અરવલ્લીના કોવિડ સેન્ટર્સમાં મેડિકલ સાધનોની અછત

આ પણ વાંચો : મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું


બાયડ કોવિડ સેંટર

બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 80 બેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે . અત્રેના ઈન્ચાર્જ તબીબને દર્દીઓની સારવાર અંગેની વ્યવસ્થા બાબતે પુછતા તેમણે જણાવ્યુ હતું કે કોવિડ સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે 3 બાઇપેપ, 4 મલ્ટીપારા મોનીટર, 4 વેન્ટીલેટર 3 ઇ.સી..જી તેમજ એક સી.ટી.સ્કેન ઉપલ્બધ છે.

ભિલોડા કોવીડ સેંટર

ભિલોડા કોવીડ સેંટરની વાત કરીએ તો અત્રે 20 બેડવાળા કોવિડ સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે માત્ર 1 બાઇપેપ અને 1 મલ્ટીપારા મોનીટર અને 1 ઇ.સી..જી ઉપલ્બધ છે.

મેઘરજ કોવીડ સેંન્ટર

મેઘરજના ઇસરી કોવીડ સેન્ટરને આસોલેસન સેન્ટર થી વધુ કઇંજ ન કહી તો જરા પણ અતિશયોક્તિ નથી . અત્રે કોવિડના દર્દીઓ માટે 20 બેડ ઉપલબ્ધ છે જ્યારે એક પણ વેંટીલેટર, બાઇપેપ મશીન કે મલ્ટીપારા મોનીટર મશીન નથી.

આ પણ વાંચો : મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું


દર્દીઓના ઈલાજ માટે સાધનોની માંગ

અરવલ્લીના કોવિડ સેન્ટરમાં આધુનિક સાધનો કેમ ઉપલબ્ધ નથી આ બાબતે કોઈ પણ અધિકારીએ જવાબ નહોતો આપ્યો. સરકારી કોવિડ હોસ્પિટલામાં અપુરતા સાધાનો હોવાના કારણે પૈસે ટકે સુખી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવે છે પણ ગરીબ લોકો માટે સરકારી કોવિડ સેન્ટર ઇલાજ માટે એક માત્ર સહારો છે.

ABOUT THE AUTHOR

...view details