અરવલ્લી:જિલ્લામાં રેવેન્યુ વિભાગમાં હાલ અનેક જગ્યાઓ ખાલી છે. જેથી અરજદારો ને ભારે હાલાકે ભોગવી પડી રહી છે. ગ્રામપંચાયતોમાં લોકોના કામ સમયસર થતા નથી. અને અટવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે જિલ્લામાં મેહસુલ ખાતાના વિવિધ વિભાગોમાં મંજુર થયેલ મહેકમ કરતા 35 થી 50 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.
કલાર્કની જગ્યાઓ ખાલી:અરવલ્લીમાં મોડાસા સહિત છ તાલુકાઓ છે જેમાં હજારો અરજદારો જુદા જુદા કામ અર્થે મેહસુલ વિભાગની મુલાકાત લેતા હોય છે. જોકે મળતી માહિતી અનુસાર પુરતા કર્મચારીઓના અભાવે મોટા ભાગના લોકોને ઘરમ ધક્કા ખાવા પડે છે. અગત્યના કામે આવતા પ્રજાજનોને સાહેબ મીટીંગમાં છે તેવો જવાબ મળે છે. જે જગ્યાઓ ભરેલી છે.
ટેબલનો ચાર્જ:કર્મીઓ અને અધિકારીઓને બે-ત્રણ ટેબલનો ચાર્જ છે. મળતી માહિતી અનુસાર જિલ્લાની જુદી-જુદી મહેસૂલી શાખાથી માંડી છ તાલુકાઓની મામલતદાર કચેરીઓમાં 60 નાયબ મામલતદાર, 39 રેવન્યુ તલાટી અને ૩૫ મહેસૂલી કલાર્કની જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજુર કરાયેલ મહેકમ માં ક્લાર્કમાં 86 જગ્યા ઓ મંજુર થયેલ છે.
આ પણ વાંચો પાકિસ્તાનની બોર્ડર પરથી ભારતમાં ઘૂસણખોરી કરતો શખ્સ ઝડપાયો
35 જગ્યાઓ:જેની સામે બધા તાલુકા ઓ ને મળી 51 જગ્યા ઓ ભરેલ છે.એટલે કે મહેકમ કરતા 35 જગ્યાઓ ખાલી છે. જ્યારે મંજુર કરાયેલ મહેકમમાં તલાટીની સંખ્યા 139 છે. જેની સામે જિલ્લાના વિવિધ તાલુકામાં ૧૦૦ જગ્યા ઓ ભરાયેલ છે. જેથી મહેકમ કરતા 39 જગ્યાઓ ખાલી પડેલ છે. તો વળી જ્યારે મંજુર કરાયેલ મહેકમમાં નાયબ મામલતદારની સખ્યાં 117 છે. જેની સામે જિલ્લાના વિવિધ તાલુકામાં 60 જગ્યાઓ ભરાયેલ છે. જેથી મહેકમ કરતા 57 જગ્યાઓ ખાલી પડેલ છે.
આ પણ વાંચો બનાસકાંઠાના ખેડૂતો બેહાલ, 15 રૂપિયાની પડતરના ટામેટા કોઈ 5 રૂ. માં લેવા તૈયાર નહીં
અરજદારો મુલાકાત:પંચાયત વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગ્રામપંચાયતોમાં તલાટીઓ ના કામ અર્થે રોજ કેટલાય અરજદારો મુલાકાત લે છે. તલાટીઓની ઘટ જે ગ્રામપંચાયતોમાં હોય ત્યાં ચાર્જ આપી કામ ચલાવાય રહ્યુ છે. મોટા તાલુકાઓમાં જ્યાં પૂર્ણ સમયનાં તલાટીઓ હોવા જોઇએ તેવી ગ્રામપંચાયતોમાં લોકોના કામ સમયસર થતા નથી. અને અટવાય છે. લોકોમાં બૂમરાણ પણ વધે છે.
કર્મચારીના માથે કાર્યભાર:જિલ્લામાં મહેકમ પ્રમાણે સ્ટાફ ફાળવવામાં ન આવતા વિભાગવાર કર્મચારીના માથે કાર્યભાર વધુ હોવાના કારણે કેટલીય ફાઈલોનો ધુળ ખાઇ ત્યાં સુધી નિકાલ આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા વહીવટીય સુધારણા કરવા માટે જે જિલ્લાઓનું વિભાજન કર્યું છે તે અભિગમ પ્રમાણે જિલ્લા ની પ્રજાને લાભ મળતો નથી.અરવલ્લી જિલ્લાની પ્રજા ની આવી લોક માંગણી છે કે મહેકમ મુજબ જિલ્લા ના રેવન્યુ વિભાગ ની ખાલી પડેલ જગ્યાઓમાં નિમૂંણુક કરવામાં આવે.