અરવલ્લીઃ જિલ્લાના બાયડની કોવીડ હોસ્પિટલ વાત્રકમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ હેમંત ચૌહાણ નામના દર્દીએ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ તેમજ કોવીડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જેમાં તેણે જમાવા તેમજ દર્દીઓના આરોગ્ય તપાસણીની પણ દરકરાર લેવામાં આવતી નથી તેવુ જણાવ્યું હતુ.
બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ, દર્દી દ્વારા વીડિયો થયો વાઇરલ - Kovid Hospital, Byad, Aravalli District
અરવલ્લી જિલ્લાના બાયડની કોવીડ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો વાત્રક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વ્યકિત દ્વારા કરવામાં આવ્યો હતો.
બાયડ વાત્રક કોવીડ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ, દર્દી દ્વારા વીડિયો થયો વાઇરલ
હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો તપાસ કરવા પણ આવ્યા નથી. આ ઉપરાંત જમવાનું પણ બરાબર ન આપવામાં આવતુ હાવાની સાથે નાહવા-ધોવાની સગવડ પણ આપવામાં આવતી ન હોવાનો રોષ ઠાલવ્યો હતો.