ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાના એપીએમસી માર્કેટમાં લાભપાંચમનું મૂહુર્ત સચવાયું, જાહેર હરાજી પુન: શરૂ - લાભપાંચમ મુહૂર્ત

દિવાળીના તહેવારોની રજાઓ આજના લાભપાંચમના દિવસે પૂર્ણ કરી વેપાર-ધંધાનું મુહૂર્ત સાચવવાની પરંપરા હોય છે. તે પ્રમાણે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના એપીએમસી માર્કેટમાં આજે લાભ પાંચમના દિવસે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જોકે કેટલાક વેપારીઓ અને ખેડૂતોએ ગુરૂવારે પડતર દિવસ ગણતાં હરાજીમાં પાંખી હાજરી જોવા મળી હતી.

મોડાસાના એપીએમસી માર્કેટમાં લાભપાંચમનું મૂહુર્ત સચવાયું, જાહેર હરાજી પુન: શરૂ
મોડાસાના એપીએમસી માર્કેટમાં લાભપાંચમનું મૂહુર્ત સચવાયું, જાહેર હરાજી પુન: શરૂ

By

Published : Nov 19, 2020, 2:10 PM IST

  • લાભપાંચમે મગફળી રૂપિયા 950થી 1050માં વેચાઇ
  • ચાલુ વર્ષે 75 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર
  • 20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના એપીએમસી માર્કેટ યાર્ડમાં ગુરૂવારે લાભપાંચમના દિવસે ખેત પેદાશની હરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યાં હતાં. જેમાં વેપારીઓએ ખેડૂતો દ્વારા વેચવા લાવવામાં આવેલી મગફળી ખરીદી હતી. ગુરૂવારના રોજ મગફળીનો સરેરાશ ભાવ એક મણ દીઠ રૂપિયા 950થી 1050 સુધી રહ્યો હતો.

20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

જિલ્લામાં 75 હજાર હેક્ટરમાં મગફળી વાવેતર

નોંધનીય છે કે, મગફળી માટે સરકારે જાહેર કરેલ ટેકાનો ભાવ રૂપિયા 1055 છે. અરવલ્લીમાં ચાલુ વર્ષે 75 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની સામે 20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે ખુલ્લાં બજારમાં ઉંચા ભાવ મળી રહેતાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોનો ઘસારો ઓછો છે.

ખુલ્લાં બજારમાં માલ વેચવાની છૂટનો લાભ મળ્યો

દર વર્ષે મગફળીની ખરીદી ફક્ત એપીએમસી અને સરકારી ટેકાના ભાવ પ્રમાણે કરાવવાના મુદ્દે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણનો માહોલ રહેતો હતો, પરંતુ સરકારે આ વર્ષે ખેડૂતોને પોતાની ખેતપેદાશો દેશભરમાં તેઓ ઇચ્છે ત્યાં વેચી શકવાની છૂટ આપતાં પરિસ્થિતિ બદલાઈ છે.

ABOUT THE AUTHOR

...view details