- ક્રિષ્ના હેલ્થકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગી
- દર્દીઓ અને સ્ટાફ હોસ્પિટલની બહાર દોડી આવ્યા
- હોસ્પિટલના સ્ટાફે આગ પર કાબુ મેળવતા મોટી હોનારત ટળી
અરવલ્લી : જિલ્લાના મોડાસા નગરની મેઘરજ રોડ પર આવેલ ક્રિષ્ના હેલ્થકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રવિવારે સાંજે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જનરેટર અને ઇલેક્ટ્રિ સીટી બોર્ડ રૂમમાં શોર્ટ-સર્કીટથી આગ લાગતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના પગલે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને સ્ટાફ હોસ્પિટલની બહાર દોડી આવ્યા હતા. ધડાકા બાદ આગ હોસ્પિટલમાં પ્રસરે તે પહેલા ફાયર એક્સ્ટિંગ્યુસરથી હોસ્પિટલના સ્ટાફે આગ પર કાબુ મેળવતા મોટી હોનારત ટળી હતી.
મોડાસાની ક્રિષ્ના હોસ્પિટલમાં શોર્ટ સર્કીટથી આગ લાગતા દર્દીઓમાં અફરાતફરી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓમાં અફરાતફરી
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરની ક્રિષ્ના હેલ્થકેર હોસ્પિટલમાં રવિવારે સાંજના સુમારે ભોંય તળિયે આવેલ જનરેટર અને ઇલેક્ટ્રીસીટી બોર્ડ રૂમમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હતી. શોર્ટ સર્કીટ થતાંની સાથે મોટા અવાજ સાથે ધડાકો થયો હતો. અચાનક બ્લાસ્ટ થતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓમાં અફરાતફરી મચી હતી અને હોસ્પિટલનો સ્ટાફ પણ હોસ્પિટલ છોડી રોડ પર દોડી ગયો હતો.
મોડાસાની ક્રિષ્ના હોસ્પિટલમાં શોર્ટ સર્કીટથી આગ લાગતા દર્દીઓમાં અફરાતફરી છતાં હોસ્પિટલમાં ફાયર અને અન્ય સેફટીના સાધનોનો અભાવ
બ્લાસ્ટના અવાજથી આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોકે, હોસ્પિટલના સ્ટાફે ફાયર એક્સ્ટિંગ્યુસરની મદદથી આગ પર કાબુ મેળવી લીધો હતો. જેથી મોટી હોનારત ટળી હતી.નોધનીય છે કે, મોડાસા નગરાપાલિકાએ નગરની હોસ્પિટલમાં ફાયર સેફટીની વ્યવસ્થા કરવા માટે નોટીસ પાઠવી દીધી છે. તેમ છતાં હોસ્પિટલમાં ફાયર હોઝ અને અન્ય સેફટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે.