ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો કઈ રીતે મેળવી શકાય છે Online Death Certificate - Online

રાજયમાં કોરોના મહામારીના સમયમાં કોરોના મૃત્યુઆંક (mortality rate of corona) વધતા રાજ્ય સરકારે Death Certificate માટેની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી છે. જે કઈ રીતે કામ કરે છે, જાણો આ અહેવાલમાં...

Online Death Certificate
Online Death Certificate

By

Published : May 29, 2021, 5:08 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા 1 ઓક્ટોબર 2020થી લાગુ કરાઈ હતી પદ્ધતિ
  • ઈ ઓળખ પોર્ટલ પરથી Online Death Certificate કરી શકાશે ડાઉનલોડ
  • અરજદારોને 72 કલાકની અંદર મળી રહેશે Death Certificate

અરવલ્લી: કોરોનાની બીજી લહેર (second wave of corona) દરમિયાન સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 50 ટકા કરાઈ છે. જેના કારણે રાજ્યમાં Death Certificate ની કામગીરી સંપૂર્ણ પણે ઓનલાઈન કરી દેવામાં આવી છે. જેમાં મૃતકના સંબંધીને મોબાઈલ પર લિંક મોકલવામાં આવે છે. લિંક મારફતે 'ઈ ઓળખ પોર્ટલ' પરથી Online Death Certificate મેળવી શકાય છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતા મૃત્યુના 72 કલાકમાં Death Certificate મળી જાય છે.

જાણો કઈ રીતે મેળવી શકાય છે Online Death Certificate

હોસ્પિટલ્સ દ્વારા પોર્ટલ પર મૃતકોની માહિતી અપલોડ કરાય છે

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના નગરપાલિકા અંતર્ગતના વિસ્તારમાં વસવાટ કરતા લોકો માટે Death Certificate મેળવવા માટે 2 પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ્સમાં મૃત્યુ પામતા લોકોની વિગતો જે તે હોસ્પિટલ્સ દ્વારા જાતે જ ઈ-ઓળખ પોર્ટલ પર ભરવામાં આવે છે. જેમાં મૃતકના સંબંધીઓનો મોબાઈલ નંબર પણ નોંધવામાં આવે છે. હોસ્પિટલ્સ દ્વારા અપાતી તમામ માહિતી પાલિકાની જન્મ મરણ શાખાને પહોંચતા થાય છે.

મેસેજ પરની લિંક પરથી Online Death Certificate ડાઉનલોડ કરી શકાય

જન્મ મરણ શાખા પાસે માહિતી પહોંચ્યા બાદ શાખાના કર્મચારીઓ દ્વારા તેને પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે. માહિતી અપલોડ થયા બાદ Online Death Certificate તૈયાર કરવામાં આવે છે અને માહિતીમાં આપવામાં આવેલા મૃતકના સ્વજનના મોબાઈલ નંબર પર એક લિંક મોકલવામાં આવે છે. જેના પરથી તેઓ Online Death Certificate જોઈ તેમજ ડાઉનલોડ કરી શકે છે.

ક્યા કિસ્સાઓમાં અરજદારે કચેરીમાં જવું પડે ?

જો કોઈ વ્યક્તિનું ઘરે મોત થયું હોય અથવા તો Online Death Certificate માં કોઈ ભૂલ થઈ હોય, તેવા સંજોગોમાં અરજદારોએ પાલિકાની કચેરી સુધી આવવું પડે છે. આ ઉપરાંત Death Certificate માં મૃત્યુનું ચોક્કસ કારણ જણાવવામાં આવતું નથી. જેથી તેના માટે હોસ્પિટલના Certificate પર આધાર રાખવો પડે છે.

મોડાસા નગરપાલિકાએ એક મહિનામાં 402 Online Death Certificate issue કરાયા

રાજ્ય સરકાર દ્વારા Online Death Certificate મળશે, તેવી જાહેરાત કરાયા બાદથી મોડાસા નગરપાલિકા (Modasa Municipality) દ્વારા આ પદ્ધતિ અપનાવી લેવામાં આવી હતી. મોડાસા નગરપાલિકાએ મે મહિનામાં જ 402 Online Death Certificate ઈશ્યુ કર્યા હોવાની માહિતી મળી છે.

ABOUT THE AUTHOR

...view details