બાયડ ખાતે આવેલી મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓને નિસ્વાર્થ પણે સેવા કરતા તેમજ તરછોડાયેલી અને અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ માટે આશ્રયસ્થાન એવા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા આશ્રમ ખાતે પુસ્તકોનું વિમોચન કરાયું હતું . જેમાં વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલના અલંકૃતા ,જીવન પ્રકાશ કમર જહાં, અને બ્રિટિશ ઇન્ડિયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જાણીતા પત્રકાર દેવેન્દ્ર પટેલે ચાર પુસ્તકોનું કરાયું વિમોચન
અરવલ્લી: જિલ્લાના બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે યોજાલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય જગતની તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની ઉપસ્થિતમાં જિલ્લાના વતની અને વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલના ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
etv bharat arvalli
દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે, તેઓ અમદાવાદ સહિતની મેટ્રો સિટીમાં તેમના પુસ્તક વિમોચન કરાવી શકતા હતા. પરંતુ તેમને લાગ્યું કે, આ સંસ્થા એક સમાજ માટે ઉત્તમ કામ કરી રહી છે. અને આવા સમાજ સાથે સંસ્થાના વિદ્વાનોની સાથે પુસ્તક વિમોચન કરવાનું તેમને સૌભાગ્ય મળે.આ પ્રસંગે પ્રેરક વક્તા અને કલગી ફાઉન્ડેશનના સ્થાપક કલગી રાવલ, મિસિસ યુનિવર્સ શ્રીમતી નિપા સિંગ, સાહિત્યકાર કમર જહાં પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.