ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયડ પેટાચૂંટણી: જીતુ વાઘાણીએ મુલાકાત લીધી, કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા - બાયડ પેટાચૂંટણી

બાયડ: અરવલ્લી જિલ્લામાં બાયડ વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને બાયડ વિધાનસભા સીટના ઈન્ચાર્જ અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

latest gujarat bjp news

By

Published : Oct 14, 2019, 7:47 PM IST


અહીં આ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાંગરા ખરી પડ્યા છે, કોંગ્રેસનો ઉમેદવાર પણ એકલો અટૂલો પડી ગયો છે. કોંગ્રેસમાં લોકોને ગૂંગળામણ થાય છે. ત્યાંથી ઠેકડો મારીને ભાજપમાં હજારોની સંખ્યામાં આવે છે. બાયડ વિધાનસભામાં કોંગ્રેસ ગાંડા બાવળ જેવી છે, જેને બાયડની જનતા ઉખાડીને ફેંકી દેશે.

જીતુ વાઘાણીએ મુલાકાત લીધી

આ ઉપરાંત આ સભામાં ભાજપે કોંગ્રેસમાં વધુ એક ગાબડું પાડ્યુ હતું. 200થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હોવાનું બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details