ગુજરાત

gujarat

ETV Bharat / state

જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટે મુસ્લિમ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા

અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલા જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા આશ્રમવાસી મુસ્લિમ મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

By

Published : Aug 28, 2020, 1:58 PM IST

Aravalli
જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટે મુસ્લિમ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા

અરવલ્લી: જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ સંચાલિત આશ્રમમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી બાયડ આવી પહોંચેલા મંદ બુદ્વિ મહિલાઓ રહે છે. આશ્રમમાં જ્યાં સુધી મંદ બુદ્વિના માહિલાઓના પરિવારજનો લેવા ન આવે ત્યાં તેમની સેવા કરવામાં આવે છે. આવા જ એક આશ્રમવાસી રૂખશાના બેનનું ટુંકી માંદગીને કારણે અવસાન થતા જય અંબે ટ્રસ્ટના સંચાલકોએ તેમની મુસ્લિમ રીતરીવાજ મુજબ અંતિમવિધી કરી હતી. જેમાં ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ પણ હાજર રહેતા માનવતાના દર્શન થયા હતા.

જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટે મુસ્લિમ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા
અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલા જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા ધર્મના ભેદભાવ વિના દરેક મંદ બુદ્વિ મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. બાયડ અને આસપાસના વિસ્તારોમાં કોઇ પણ મંદ બુદ્ધિ મહિલા મળી આવે તો આશ્રમમાં પહોંચાડવામાં આવે છે. આશ્રમના પ્રમુખ અશોકભાઈની ઈચ્છા તેમના અંતિમ સંસ્કાર મુસ્લિમ ધાર્મિક વિધિથી થાય તેવી હતી. તેથી તેમણે બાયડના મુસ્લિમ આગેવાનોને વાત કરી તેમને આશ્રમમાં બોલાવી પોતે પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. મુસ્લિમ વિધિથી મૃતકને મુસ્લિમ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા. તેમના આત્માને પરમ શાન્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details