ગુજરાત

gujarat

By

Published : Aug 13, 2019, 11:29 PM IST

ETV Bharat / state

અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમીની તૈયારીઓ પુરજોશમા

અરવલ્લીઃ અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમીની તૈયારી પુરજોશમા ચાલી રહી છે. દર્શનાર્થીઓને કોઇ જ હાલાકી ન પડે તે હેતુથી મંદિર દ્વારા મંદિરને શણગારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલિસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.

અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમી તૈયારી પુરાજોશમા, ETV BHARAT

જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્વક થવાની છે. જેમાં ગુજરાતના 3 મુખ્ય મંદિરો દ્વારકા, ડાકોર અને શામળાજીમાં પણ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે, અરવલ્લી જિલ્લાની ગિરીમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમી તૈયારી પુરાજોશમા, ETV BHARAT

મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ શામળાજી મંદિર ખૂબ જ પ્રાચિન અને ગદાધાર પ્રતિમા ધરાવતું એકમાત્ર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે. જ્યાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ મનાવાય છે. ત્યારે, આ વખતે ખાસ ડાયરા, ગરબા તેમજ રાત્રે કૃષ્ણ જન્મોત્સવ મનાવશે. જેની મંદિર પરિસરમાં અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેમાં પાર્કિંગ સહિત દર્શનાર્થીઓને કોઇ જ પ્રકારની હાલાકી ન પડે તે હેતુથી મંદિર દ્વારા શણગારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલિસ જવાનો તૈનાતા કરાયા છે, એટલું જ નહીં S.R.Pના જવાનોની માગ પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details