- અરવલ્લીની 17 ITI સંસ્થાઓ પુન: શરૂ કરાઈ
- અંદાજીત 3000 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લેવા માટે પહોંચ્યા
- 1 હજાર જેટલા ખાદીના માસ્ક વિતરણ કરાયા
અરવલ્લી જિલ્લાની 17 આઇ.ટી.આઇ સંસ્થાઓ પુન: શરૂ કરાઈ
અરવલ્લી :છેલ્લા 10માસ થી કોરોના વાયરસના પગલે અરવલ્લી જિલ્લાની ITI બંધ સંસ્થાઓ હતી. જે સરકારના શ્રમ અને રોજગાર વિભાગના આદેશથી કાર્યરત થઈ છે. જિલ્લાની 17 ITIમાં તાલીમ બંધ હતી. ત્યારે સરકાર ની ગાઈડલાઈન મુજબ પુન: કાર્યરત કરવામાં આવી છે.અરવલ્લી જિલ્લામાં 8 સરકારી,5 ગ્રાન્ટ ઇન એઇડ તેમજ 4 સેલ્ફ ફાઇનાન્સ ITI શરૂ કરવામાં છે. જેમાં અંદાજીત 3000 જેટલા તાલીમાર્થીઓ ITIમાં તાલીમ લેવા માટે આવી પહોંચ્યા છે.
તાલીમાર્થીઓને એક હજાર જેટલા ખાદીના માસ્ક વિતરણ કરાયા
પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ ને કોરોનાની ગાઇડ લાઇન મુજબ થર્મલ સ્ક્રીનીંગ, સેનિટાઈઝર તેમજ માસ્ક આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.આઈ.ટી.આઈમાં આવેલા તાલીમાર્થીઓને સિવણના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 1 હજાર જેટલા ખાદીના માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાની 17 આઇ.ટી.આઇ સંસ્થાઓ પુન: શરૂ કરાઈ આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષા લઇને તાલીમાર્થીઓનું પુન: શિક્ષણકાર્ય શરૂ
આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષા લઇને તાલીમાર્થીઓનું પુન: શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, કોરોના ને લઇ આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. જે હવે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાવાનું આયોજન કરવામાં આવ્યુ છે મોડાસા આઇ.ટી.આઇના આચાર્યએ જણાવ્યુ હતું .