- મોડાસામાંઅંતિમક્રિયા માટે વેઇટિંગની પરિસ્થિતિ સર્જાઇ
- મોડાસા નગરપાલિકા દ્વારા વધુ ચાર ભઠ્ઠી બનાવવાનો નિર્ણય કર્યો
- હાલ મોડાસામાં સ્મશાન ગૃહમાં ચાર ભઠ્ઠીઓ છે
અરવલ્લી : જિલ્લામાં કોરોનાના વધતા કહેરના પગલે રોજ 10 જેટલા મૃતકોના અંતિમ સંસ્કાર મોડાસાના માજૂમ નદિના કિનારે આવેલ સ્માશાન થાય છે. સામાન્ય દિવસો સ્મશાનમાં સરેરાશ એક અંતિમક્રિયા થતી હતી. કોરોનાની મહામારીમાં મૃતકોની સંખ્યા વધતા અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે, તો કેટલીક વખતે મૃતકોના સંબધીઓ જમીન પર પણ અંતિમક્રિયા કરે છે. હાલ સ્મશાન ગૃહમાં 4 ભઠ્ઠીઓ છે, ત્યારે સ્મશાનમાં અંતિમક્રિયા માટે વેઇટિંગની પરિસ્થિતિ સર્જાતા નગરપાલિકા દ્વારા વધુ ચાર ભઠ્ઠી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -મોડાસાના સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા માટે CNG સંચાલિત ભઠ્ઠીની માગ કરાઇ