- કમોસમી વરસાદથી ચણાના પાકમાં ઇયળનો ઉપદ્રવ
- ઓછા પીયતે ચણાનો પાક પાકતો હોવાથી ખેડૂતોએ ચણાનું વાવેકર કર્યુ
- મેઘરજ તાલુકામાં ચોમાસા સિઝનનો સૌથી ઓછો વરસાદ
અરવલ્લીઃ જિલ્લામાં તાજેતરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી કેટલાક ગામડાઓમાં ચણાના વાવેતરમાં ઇયળનો ઉપદ્રવ થયો છે. જિલ્લાના મેઘરજ તાલુકામાં ચણાના પાકમાં ઇયળોનો ઉયદ્રવ થતાં ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.
ચણાના પાકમાં લશ્કરી અને લીલી ઇયળનો ઉપદ્રવ
અરવલ્લીના મેઘરજમાં કમોસમી વરસાદથી ચણાના વાવેતરમાં ઇયળોનો ઉપદ્રવ અરવલ્લી જિલ્લામાં ગત શુક્રવારના રોજ કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ વળીયારી, જીરૂ અને ચણાના પાકને નુકસાનકારક છે. જિલ્લાના મેઘરજ તાલુકામાં ચણાના પાક્માં ઇયળનો ઉપદ્રવ થતા જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યોછે. મેઘરજ તાલુકામાં ચોમાસા સિઝનનો સૌથી ઓછો વરસાદ વસ્યો હતો. જેથી તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં પાણી ઓછુ છે. ઓછા પીયતે ચણાનો પાક પાકતો હોવાથી ખેડૂતોએ મેઘરજ તાલુકામાં રવિ પાકમાં ચણાનું વાવેતર વધુ કર્યુ છે. પરંતુ શુક્રવારના રોજ વહેલી સવારથી કમોસમી વરસાદ વરસતાં અને ત્રણ દીવસ ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ રહેતાં ચણાના પાકમાં લશ્કરી અને લીલી ઇયળનો ઉપદ્રવ થયો છે. જેથી ચણાના છોડ સુકાવા લાગ્યા છે અને પાક નષ્ટ થવાના આરે છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ચણાનું બમણું વાવેતર
નોંધનીય છે કે, ખેડૂતોને ચણા માટે ટેકાનો ભાવ સારો મળતો હોવાથી આ વર્ષે ચણાનું વાવેતર ગત વર્ષ કરતા બમણું થયું હોવાનું ખેતિવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે. ગત વર્ષે ચણાનું વાવેતર 6 હજાર 600 પંચાણું હેક્ટરમાં વાવેતર થયું હતું, તો આ વર્ષે ચણાનું વાવેતર અરવલ્લી જિલ્લામાં વધીને 14 હજાર એકતાળિસ હેક્ટર પર પહોંચ્યું છે.