નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ સન્માનિત કર્યા - અરવલ્લીના સફાઈ કર્મચારી
કોરોના સામેની લડતમાં ડોક્ટર અને પોલીસની સાથે સફાઇ કર્મચારીઓનું પણ અમૂલ્ય યોગદાન છે. કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા સફાઇ કર્મચારી શહેરો, નગરો અને ગામડાઓને સ્વચ્છ રાખી રહ્યા છે. ત્યારે આ કામગીરીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્વારા બિરદાવી હતી.
નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ સન્માનિત કર્યા
અરવલલીઃ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા કમિટી મેમ્બર દ્વારા નગરપાલિકાના સેનેટરી અને આરોગ્ય વિભાગ સાથે સાંકળયેલા કર્મચારી તથા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને માસ્ક, સાબુ, બિસ્કિટ, ફુલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.