- ભવનના નિર્માણથી તાલુકાની જનતાને એકજ જગ્યાએથી તમામ સુવિધાઓ મળશે
- અરવલ્લીમાં 2.40 કરોડના ખર્ચે તાલુકા ભવન તૈયાર કરવામાં આવ્યું
- મેઘરજ તાલુકાની 1,67,115 વસ્તીને સુવિધાઓનો લાભ મળશે
અરવલ્લી:જિલ્લાના મેઘરજ નગરમાં નવનિર્મિત પંચાયત ભવનનું જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ પ્રભારી પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. મેઘરજ તાલુકાની જનતાને આ એક ભવનથી ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુ અંતર્ગત વિવિધ 22 સેવાઓનો ગ્રામ્ય કક્ષાએ સરળતાથી સુવિધા મળી રહશે. જેમાં આવકના દાખલા, આવક અંગેનું સોગંદનામું, વિધવા સહાયની તમામ સુવિધાઓ આ સહિત તમામ પ્રકારની સગવડો મળી રહે તે માટે 2.40 કરોડના ખર્ચે તાલુકા ભવન તૈયાર કરવામાં આવ્યુ છે. આ ભવનથી મેઘરજ તાલુકાની 1,67,115 વસ્તીને સુવિધાઓનો લાભ મળશે.
આ પણ વાંચો:CM Rupani ના હસ્તે રાજકોટમાં રૂ. 232.50 કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત
તાલુકામાં 20,304 કુટુંબોને 1608.99 લાખની રોજગારી પૂરી પાડવામાં આવી
આ પ્રસંગે જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન બેરોજગારોને રોજગારી પૂરી પાડવા મનરેગા યોજના હેઠળ 2020-21માં મેઘરજ તાલુકામાં કુલ 20,304 કુટુંબોને 9.20 લાખ માનવદિન મુજબ 1608.99 લાખની રોજગારી પૂરી પાડવામાં આવી છે. મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષ 2021-22માં મનરેગા યોજના હેઠળ કુલ 15,417 કુટુંબોને 5.57 લાખ માનવદિન મુજબ 993.19 લાખની રોજગારી પૂરી પડવામાં આવી છે. સરકાર દ્વારા 14માં નાણાપંચ અંતર્ગત મેઘરજ તાલુકાની 47 ગ્રામ પંચયાતોમા 14મું નાણાપંચ અંતર્ગત ફાળવવામાં આવેલી કુલ 3706,87 લાખ ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના 3397 કામ પૂર્ણ કરાવામાં આવ્યા છે.
કોરોના યોદ્ધા કમિટીની રચના કરી અદ્ભુત કામગીરી કરાઈ