ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘરજમાં મકાનને આગ લાગતા ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ - Aravalli news

અરવલ્લી જિલ્લાના મેઘરજના ઇસરી ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. લોકો ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

મેઘરજમાં મકાનને આગ લાગતા ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ
મેઘરજમાં મકાનને આગ લાગતા ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ

By

Published : May 6, 2020, 4:05 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજના ઇસરી ગામે, શોર્ટ-સર્કિટથી આગ લાગતા ખેડૂત પરિવારનું મકાન અને ઘરવખરી તેમજ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

આગની ઘટનાને પગલે બાજુમાં રહેલા મકાનની છત પણ આગની લપેટમાં લપેટાઈ હતી. લોકો ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.

મેઘરજમાં મકાનને આગ લાગતા ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ
મેઘરજ તાલુકાના ઇસરી ગામના પટેલ ફળિયામાં રહેતા અશોકભાઈ રામભાઈ પટેલ તેમની પત્ની સાથે ખેતરમાં ગયા હતા. આ દરમિયાન તેમના મકાનમાં શોર્ટ-સર્કિટથી આગ લાગી હતી.

આગે ભાયનક સ્વરૂપ પકડતા ઘરવખરી અને પશુઓ માટેનો ઘાસચારો બળીના ખાખ થઇ ગયો હતો. આગની ઘટનાના પગલે અશોકભાઇ ખેતરમાંથી દોડી આવ્યા હતા. જો કે, ત્યાં સુધી બધુજ બળીને ખાખ થઇ ગયુ હતુ.

આજુબાજુથી લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી જેના કારણે અન્ય મકાનો લપેટમાં આવતા બચ્યા હતા. લોકડાઉનના કારણે ખેડૂતોની હાલત પહેલેથી જ ખરાબ છે, ત્યારે આ ઘટના ખેડૂત પરિવાર માટે પડ્યા પર પાટું સમાન છે.

ABOUT THE AUTHOR

...view details