માલપુરઃ તાળાબંધીના કારણે સૌથી વધારે ખરાબ હાલત શ્રમજીવીઓની થઇ છે. સરકાર દ્વારા આપવામાં આવેલ રાશન પણ હવે પુરૂ થઇ ગયુ છે, ત્યારે તેઓની હાલત દિન પ્રતિદિન કફોડી થઇ રહી છે.
દેશમાં તાળાબંધી, શ્રમજીવી પરિવારોને અન્ન માટે વલખા...
તાળાબંધીના કારણે સૌથી વધારે ખરાબ હાલત શ્રમજીવીઓની થઇ છે. સરકાર દ્વારા આપવામાં આવેલ રાશન પણ હવે પુરૂ થઇ ગયુ છે, ત્યારે તેઓની હાલત દિન પ્રતિદિન કફોડી થઇ રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં કેટલાય એવા શ્રમજીવીઓ છે. જેઓની પાસે હવે અન્ન ખૂટી ગયુ છે અને હવે આવનાર દિવસો કેમ ગુજરાવા તે પ્રશ્ન થઇ પડ્યો છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં કેટલાય એવા શ્રમજીવીઓ છે. જેઓની પાસે હવે અન્ન ખૂટી ગયુ છે અને હવે આવનાર દિવસો કેમ ગુજરાવા તે પ્રશ્ન થઇ પડ્યો છે. આ અંગે માલપુરના મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને માલપુરના તલાટીને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ શ્રમજીવી પરિવારોના જણાવ્યા અનુસાર, આવા પરિવારોની ખબર અંતર પુછવા પણ કોઇ સરકારી અધિકારી આવ્યાં નથી. જેથી હવે તેમને ખાવા માટે વલખાં મારવા પડી રહ્યાં છે. છોકારાઓ ભુખ્યા છે, પરંતુ તેમની પાસે ખવડાવવા માટે કંઇ જ નથી. આ વિસ્તારમાં 20 જેટલા શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે અને બધાની પરિસ્થિતિ ખરાબ છે.