અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકામાં છારાનગર આવેલું છે. અહીં મોટાભાગના લોકો સ્ત્રી-પુરુષ, વૃદ્ધ બધાજ દેશી દારૂ ગાળવાનો ધંધો કરે છે. જેનું મુખ્ય કારણ બેરોજગારી છે. વર્ષોથી આ ગામ ગુજરાતભરમાં દારૂ માટે નામચીન છે. અહીં ઘરે-ઘરે દારૂ ગાળવાની ભઠ્ઠીઓ છે. કેમ કે, આ વ્યક્તિઓ પાસે ન તો કોઇ હુનર છે, ન કોઈ ધંધો કરવાની સમજ. આ ગામના લોકો જણાવે છે કે, વર્ષો પહેલાં તેઓ ચોરી કરતા હતા. સમય જતા તે ચોરી છોડી દારૂ બનાવે છે. જો કે, તેઓ આ ગેરકાયદેસર વ્યવસાય છોડવા માંગે છે.
વર્ષોથી દારૂ ગાળવાનો ધંધો કરતા લોકો ઝંખી રહ્યા છે પરિવર્તન... સાંભળો સરકાર - Aravalli
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા છારા નગરમાં લોકો સામાન્ય માણસની જેમ ધંધો રોજગાર કરે છે. પણ આ ધંધો છે દારૂ ગાળવાનો. વર્ષોથી આ લોકો આ જ વ્યવસાય કરે છે. જો કે, હવે પરિવર્તન માટે ઝંખી રહ્યા છે .
વર્ષોથી
ગુજરાતભરમાં દારૂબંધી છે. પરંતુ આવા કેટલાય વિસ્તારો છે. જ્યાં લોકો દારૂ ગાળવાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સરકાર દ્વારા આ લોકોને અન્ય રોજગારીની તકો પૂરી પાડવામાં આવે તો કદાચ આ લોકો આમાંથી નીકળી શકે છે.