ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડામાં તસ્કરોએ ચલાવી 4.50 લાખની લૂંટ - Arvalli Crime News

ભિલોડાઃ શહેરમાં કરોડા રોડ પર આવેલી અવની સોસાયટીમાં રહેતા અને LICમાંથી નિવૃત્ત ડેવલોપમેન્ટ ઓફિસરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી જાળી તોડી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 10 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઇ જતા નિવૃત કર્મચારી પર આભ તૂટી પડ્યું હતું.

ભિલોડામાં તસ્કરોએ ચલાવી 4.50 લાખની લૂંટ

By

Published : Nov 9, 2019, 5:04 PM IST

ભિલોડાની અવની સોસાયટીમાં રહેતા ધીરુભાઈ સોમાભાઈ ખરાડી અને તેમની પત્ની મકાન બંધ કરી અમદાવાદ ખાતે શનીવારે તેમની વહુ બીમાર હોવાથી ખબર-અંતર પૂછવા ગયા હતાં.

ભિલોડામાં તસ્કરોએ ચલાવી 4.50 લાખની લૂંટ

તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી ઘરની લોખંડની જાળી તોડી ઘરના દરવાજાના તાળા-નકુચા તોડી ઘરમાં તિજોરી, કબાટ અને ટેબલના ડ્રોવરના લોક તોડી નાખી તેમાં રાખેલા 2 લાખથી વધુની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ.4.50 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં.

અમદાવાદથી ઘરે પરત ફરેલા ધીરૂભાઇએ જાળીનાં લોક અને ઘરનો દરવાજો તૂટેલો જોતા ઘરમાં પ્રવેશતા ઘરમાં રહેલી તિજોરી અને કબાટ તૂટેલું હોવાની સાથે રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ થયાનું જણાતાં ચોંકી ઉઠ્યા હતાં. બંધ મકાનમાં લૂંટ થયાની જાણ થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details