ચોઈલા ગામના યુવકે ગામની જ યુવતી સાથે પ્રેમ થયો હતો. પરતું આ બન્નેને તેમના પરિવારજનોનો ડર હતો તેથી તેઓએ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતી. યુવક જગદીશ ભાઈ સોલંકીએ ગામની નિકિતા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે યુવતીના પરિવાજનોને આ કબુલ ન હોવાથી યુવક-યુવતી એક વર્ષ પછી યુવકના ઘરે પરત ફરતા હતા. જ્યા યુવતીના પરિવારજનો અને સગા-સંબંધીઓને જાણ થતા મધ્ય રાત્રીએ હલ્લાબોલ કરી યુવકના ઘરમાં તોડફોડ કરી બન્નેને માર મારવામાં આવ્યો હતો. જોકે પોલીસે યુવતીને પરત તેના પતિના ઘરે સોંપી હતી.
બાયડમાં પ્રેમ લગ્ન કરનાર યુગલ પર યુવતીના પરિજનોએ કર્યો ઘાતકી હુમલો - Intercast marriage
અરવલ્લીઃ જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામે એક પ્રેમી યુગલને પ્રેમ કરવો ભારે પડી ગયો હતો. યુવકને ગામની જ એક યુવતી સાથે પ્રેમ થયો પરંતુ એક જ સમાજના હોવાથી પરિવારના ડરના કારણે તેઓએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે યુગલ જ્યારે ગામમાં પરત ફર્યુ ત્યારે યુવતીના પરિવાજનોએ અદાવત રાખી યુગલને માર માર્યો હતો. આ ઘટનાની જાણ બાયડ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
મ લગ્ન કરનાર યુગલ પર યુવતીના પરિવારજનોએ કર્યો ઘાતકી હુમલો
બાયડ પોલીસે પ્રેમી યુવક-યુવતી પર હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.