ધનસુરામાં નજીવી બાબતે સગા દિકરાએ પિતાનું કાસળ કાઢ્યું - gujaratinews
અરવલ્લી: જિલ્લાના ધનસુરામાં સગા દિકરાએ પોતાના પિતાનું કાસળ કાઢી નાખતાં ચકચાર મચી હતી. નજીવી બાબતે ઘરમાં ઝધડો થતા આરોપીએ પોતાની માતા અને પિતાને ધોકા વડે માર માર્યો હતો. જેના કારણે પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.
અરવલ્લીમાં પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ધાટ
પોલીસ ફરિયાદ મુજબ ઘનસુરાના વડગામના રહેવાસી આરોપી અશ્વિન નાનજીભાઇ વસાવાને તેના માતા-પિતાએ તેની પત્નીને પિયરમાંથી તેડી લાવવા કહેતા આરોપીએ રોષે ભરોયો હતો. આરોપીએ ઘરમાં કપડા ધોવાના ધોકાથી પોતાના માતા-પિતાને માર્યા હતા. જેના કારણે પિતા નાનજીભાઇ ઉકળભાઇ વસાવાનું ઘટના સ્થળે મોત થયું હતુ. જ્યારે માતાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.