અરવલ્લી: પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના ભિલોડાના ડોડીસર ગામમાં માથાભારે બુટલેગર સુકા ઉર્ફે ભંવરલાલ ડુંડના ઘરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ડીવાયએસપી ભરત બસિયા, એસ.ઓ.જી પી.આઈ ભરવાડ પેરોલ ફર્લો પીએસઆઈ સીસોદીયા, ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત રેડ કરી બુટલેગરના ઘર આગળ પાર્ક કરેલ બે પીકપડાલા,વર્ના કાર,અને ઘર આગળ બનાવેલ ઢાળિયામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1836 કીં.રૂ.734000 તથા મુદ્દામાલ મળી કુલ રૂ. 1835400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભીલોડામાં પોલીસની બુટલેગરના ઘરે રેડ, 7.34 લાખનો વિદેશી દારૂ જપ્ત - અરવલ્લીમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા
અરવલ્લી જિલ્લાના ભિલોડાના ડોડીસરા ગામમાં પોલીસે બોતમીના આધારે કુખ્યાત બુટલેગરના ત્યા રેડ કરતા કુલ 7.34 વિદેશી દારૂ સાથે કુલ 18.35 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ બુટલેગરના સાગરીતના ઘરેથી પણ 36 હજારનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
અરવલ્લી: ભીલોડામાં પોલીસે બુટલેગરના ઘરે રેડ કરી 7.34 લાખનો વિદેશી દારૂ ઝપ્ત કર્યો
આ ઉપરાંત બુટલેગરના સાગરીત માયકલ નગીનભાઈ ડામોરના ઘરેથી બોટલ-ટીન નંગ-336 કીં.રૂ. 36000નો જથ્થો જપ્ત કરી બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.