મોડાસાઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો 20 એપ્રિલથી 10 જૂન સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. આ હેતુસર રૂ. 414 કરોડના ખર્ચે 14,69 કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અરવલ્લીમાં સુજલામ સુફલામ અંતર્ગત મનરેગાના 125 કામ હાથ ધરાશે - Sujalam Sufalam
રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની મહત્વાકાંક્ષી યોજના સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો 20 એપ્રિલથી 10 જૂન સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અરવલ્લીમાં ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા)ના 125 કામો હાથ ધરાશે.
જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા)ના 125 કામો હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં 57 કામોની મંજૂરી અપાઇ છે. જે પૈકી હાલ ભિલોડાના નાના કંથારીયા, ધોલવાણી, નારણપુરા અને જેશીંગપુરાનો સમાવેશ થાય છે. જયારે મોડાસા તાલુકાના ઝાલોદર, સરાડોઇ અને દાવલીમાં બે કામ મળી જિલ્લામાં હાલ જળ સંચય અંતર્ગતના ખેત તલાવડી અને ચેકડેમ નિર્માણની કામગીરી હાથ ધરાઇ છે.
સુજલામ સુફલામ જળ અભિયાન-3ના કામોમાં પ્રવર્તમાન કોવિડ-19 કોરોના વાઈરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ, માર્ગદર્શિકાઓનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે.