અરવલ્લી: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કરવામાં આવેલા લોક ડાઉનની મોટા ભાગના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. જોકે કેટલાક ધંધા તો 24 માર્ચથી બંધ છે.જેમાં હેર સલુન અને બ્યુટી પાર્લરના ધંધા રોજગારી પર નભવાવાળા લોકોની હાલત કફોડી થઇ છે.
અરવલ્લી : હેર કટીંગ સલુન તથા બ્યુટીપાર્લર એસોસીએશનને ધંધો રોજગાર શરૂ કરવાની માંગ કરી - અરવલ્લી ન્યુઝ
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કરવામાં આવેલા લોક ડાઉનની મોટા ભાગના કામ ધંધા બંધ છે.જેની રોજગાર પર માઠી અસર પડી છે. અરવલ્લી જિલ્લામાં અંદાજે નાના-મોટા 200 હેર સલુન અને બ્યુટી પાર્લર આવેલા છે. જેના માલિકો અને કામ કરતા કારીગરો બેરોજગાર થઇ ગયા છે. મોડાસા હેર કટીંગ સલુન તથા બ્યુટી પાર્લર એસોસીએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધંધો શરૂ કરવાની પરવાનગી માંગી હતી.
અરવલ્લી જિલ્લામાં અંદાજે નાના-મોટા 200 હેર સલુન અને બ્યુટી પાર્લર આવેલા છે. જેના માલિકો અને કામ કરતા કારીગરો બેરોજગાર થઇ ગયા છે. મોડાસા હેર કટીંગ સલુન તથા બ્યુટી પાર્લર એસોસીએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધંધો શરૂ કરવાની પરવાનગી માંગી હતી.
મોડાસા હેર કટીંગ સલુન તથા બ્યુટી પાર્લર એસોસીએશનના સદસ્યોએ મુખ્યપ્રધાન વીજય રૂપાણીને સંબોધીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે દેશ લડત ચલાવી રહ્યો છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હેર કટિંગ સલુન અને બ્યુટી પાર્લર ધારકો પણ સહયોગ આપી પોતાનો ધંધો રોજગાર બંધ રાખ્યો છે. હેર કટીંગ અને બ્યુટી પાર્લર ચલાવતાં લોકો રોજ કમાઈને ખાવાવાળા સાધારણ કારીગર વર્ગ છે.જેથી કોરોનાને લઈને લોકડાઉન ચાલતું હોવાથી અમારી હાલત કપરી બની છે. જેથી લોકડાઉન પુર્ણ થયા પછી માર્ગદર્શન,સેફટી કીટ અને આર્થિક મદદ સાથે , વ્યવસાય ચાલુ કરવા મંજુરી આપવાની માંગ કરી હતી.