ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના બાયડમાં કોરોના પ્રભાવિત ગામોમાં ઈમ્યૂનિટી કિટનું વિતરણ કરાયું - Number of positive cases in Aravalli district

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 118 દર્દીઓ નોંધાયા છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિટામીન-C, D અને વિટામીન-Aની ટેબલેટ સહિતની ઈમ્યૂનિટી કીટનું વિતરણ કરાયું હતુ.

અરવલ્લીના બાયડમાં કોરોના પ્રભાવિત ગામોમાં ઇમ્યુનિટી કિટનું વિતરણ કરાયું
અરવલ્લીના બાયડમાં કોરોના પ્રભાવિત ગામોમાં ઇમ્યુનિટી કિટનું વિતરણ કરાયું

By

Published : May 30, 2020, 7:48 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 118 દર્દીઓ નોંધાયા છે. જેમાં બાયડ તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર મળી 14 કેસનો સમાવેશ થાય છે. બાયડ તાલુકાના આંબલીયારા, ચોઇલા, ડેમાઇ ગાબટ, સાંઠબા, તેનપુર અને બાયડ શહેરમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા, તમામને બાયડની વાત્રકની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. જેમની સારવાર પૂર્ણ તથા દર્દીને રજા આપવામાં આવી છે.

અરવલ્લીના બાયડમાં કોરોના પ્રભાવિત ગામોમાં ઇમ્યુનિટી કિટનું વિતરણ કરાયું
આ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓના વિસ્તારમાં આવતા લોકોમાં રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિટામીન-C, D અને વિટામીન-A ની ટેબલેટ સહિતની ઇમ્યુનિટી કીટનું વિતરણ કરાયું હતુ. જેમાં આંબલીયારામાં 50, ગાબટમાં 37 અને તેનપુરમાં 10 મળી કુલ 97 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details