અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં ગૂરૂવારની મોડી રાત્રીએ એક મહિલાને તેના પતિએ આત્મઘાતી બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા (Husband Blast Detonater to kill wife)ભારે ચકચાર મચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ ડીટોનેટરથી (Suicide attack with detonator) કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો હોવાનું ચર્ચાઇ (Gujarat's first case of suicide with murder) રહ્યું છે.
કમરમાં ડાયનામાઇટ (જીલેટીન કેપ) વીંટાળી પતિ પત્ની ભેટ્યો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટીછાપરા ગામમાં પતિએ આત્મઘાતી બ્લાસ્ટ કરી પત્નીનું મોત નિપજાવતા સનસનાટી મચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતાં. પતિના માનસિક ત્રાસથી કંટાળી શારદાબેન પગી છેલ્લા દોઢ માસથી તેમના પિયર, બીટી છાપરામાં આવ્યા હતાં. ત્યારે ગુરુવારે રાત્રે તેમના પતિ તેમને મળવા માટે આવ્યા હતાં. આ સમયે લાલાભાઇએ તેમના કમરમાં ડાયનામાઇટ (જીલેટીન કેપ) વીંટાળી શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડતાંની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. પળવારમાં જ શારદાબેનનો દેહ ક્ષતવિક્ષત થવા સાથે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. સાથેે સારવાર મળે તે પહેલાં પતિ લાલાભાઇનું મોત નિપજ્યું હતું.