- દોઠ વર્ષમાં 71 જેટલા ગુનાઓને ડિટેક્ટ
- ત્રણ લાખ એકાણુ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે
- કુલ અગિયાર ઇસમોની ધરપકડ કરવામાં આવી
અરવલ્લી: ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લા મથકો તેમજ શહેરો નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. નેત્રમની ત્રીજી આંખની મદદથી પોલીસને ગુના ડીટેકટ કરવામાં નોધપાત્ર સફળતા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં અરવલ્લી જિલ્લા નેત્રમ શાખા દ્વારા નવ જેટલા ગુના ડીટેકટ કર્યા છે. આ સિદ્વિ બદલ નેત્રમ શાખાના PI જે.એચ.ચોધરી ને રાજ્ય પોલીસ વડા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું.
અનેક ગુન્હાઓ નોંધવામાં આવી
અરવલ્લી જિલ્લાની નેત્રમ શાખા દ્રારા છેલ્લા ત્રણ માસમાં, હિટ એન્ડ રનના બે, કિડનેપિંગનો એક, મોબાઈલ મિસિંગ એક, ચેઇન સ્નેચિંગના ત્રણ, ઇન્વેસ્ટિગેશનના બે મળી કુલ નવ ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ ત્રણ લાખ એકાણુ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કુલ અગિયાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષમાં, જિલ્લામાં નેત્રમ શાખા દ્વારા કુલ ઇકોતેર જેટલા ગુનાઓને ડિટેક્ટ કરી સારી કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં મોડાસા નગરના વિવિધ વિસ્તારોમાં ગટરના ઢાંકણાની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હતી, જેને નેત્રમ શાખા દ્વારા આરોપીઓને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડવામાં આવ્યા હતા.