મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 76 પર પહોંચ્યો છે. જેમાં ગ્રામ્યની સાથે શહેરમાં પણ કોરોનાથી પ્રભાવિત થયો છે, ત્યારે આ નિયત્રિંત વિસ્તારમાં અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્તારના લોકોને સામાન્ય રીતે ઘરની બહાર નીકળવાથી માંડી અન્ય ઘણા પ્રતિબંધ હોવાથી મોડાસા નગરપાલિકા દ્વારા લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોડાસાના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં શરૂ કરાઇ હોમ ડિલીવરી સર્વિસ - કોરોના વાઈરસ મોડાસા ન્યૂઝ
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી મોડાસામાં મોટા ભાગના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યાં છે. આ દરમિયાન લોકોને મુશ્કેલી ન ઉભી થાય તે માટે નગરપાલિકા દ્વારા હોમ ડિલીવરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.
મોડાસામાં અત્યાર સુધી 23 લોકો કોરોનામાં સપડાયા છે અને તે પૈકી એકનું મોત થયુ છે. જેને લઇ નગરની સમ્મે હિદાયત સોસાયટી અને તેની આસપાસ આવેલા અમન પાર્ક સોસાયટી, ગરીબ નવાઝ સોસાયટી, રહેનુમા સોસાયટી, સમા સોસાયટી, અંજુમન સોસાયટી, આબેહયાત સોસાયટી, મનવા હીલ ગાર્ડન સોસાયટી, ઘોસીયા સ્કૂલની બાજુમાં મધુફળી વિસ્તાર અને તેની આસપાસના નુરેમહંમ્દી સોસાયટી, જમાલવાવ વિસ્તાર, ઘાંચી આરોગ્ય મંડળ, નવલપુરા ગંજી વિસ્તાર અને મોડાસા નગરપાલિકામાં આવેલા વિસ્તારને COVID-19 કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ તમામ વિસ્તારોમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જરૂરીયાત પ્રમાણે લોકોને જીવન જરૂરીયાતનો સામાન પહોંચાડવામાં આવ્યો હતો.