ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં હોકી સમર કેમ્પમાં ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પીલ્લઇ રહ્યા ઉપસ્થિત - Sports

મોડાસાઃ રાજ્યમાં હોકીની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી ત્રણ જિલ્લા ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લામાં હોકી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમર કેમ્પમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો છે. ત્યારે ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લઇ પણ હાજર રહ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : May 30, 2019, 4:24 AM IST

મોડાસા કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત હોકી સમર કેમ્પમાં ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લઇ પણ ખાસ હાજર રહ્યા હતા. તેમની હાજરીથી ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દરવર્ષની જેમ આયોજિત એકવીસ દિવસના સમર કેમ્પમાં વિવિધ રમતો આયોજિત કરાય છે, જે પૈકી અરવલ્લી, ગાંધીનગર તેમજ વડોદરામાં હોકી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમર કેમ્પ થકી ખેલાડીઓની પ્રતિભા બહાર આવે છે અને આગળ રમવા માટેની પણ તક ઉભી થાય છે.

મોડાસામાં હોકી સમર કેમ્પ

ABOUT THE AUTHOR

...view details