અરવલ્લી :જિલ્લામાંથી વિદેશી દારૂ અમદાવાદ અને ગાંધીનગર પહોંચાડવામાં આવતો હતો. જોકે આ દારૂ ગાંધીનગર કે અમદાવાદ પહોંચે તે પહેલા જ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર LCB અને SOGની ટીમે દારૂની ખેપ મારતા ચાર બુટલેગરને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલા બુટલેગરમાંથી બે પોલીસ કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. બંને પોલીસ કર્મચારીઓ અરવલ્લી જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવતા જ અરવલ્લી જિલ્લા પોલીસ એકશનમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પોલીસ કમ બુટલેગરોને સસ્પેન્ડ કરી દીધા છે.
કેવી રીતે સાબરકાંઠા પોલીસે દારૂની ખેપ પકડીસાબરકાંઠા જિલ્લાની SOG અને LCBની ટીમે રણાસણ હરસોલ માર્ગ પર બાતમીના આધારે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સ્કોર્પિયો કાર ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો 34,608 રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો હતો. સાથે જ કારમાંથી 2 પોલીસ કર્મચારીઓ તેમજ બે બુટલેગર મળી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
SP સંય ખરાતે બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા સાબરકાંઠા જિલ્લા LCB એ વિદેશી દારૂની હેરાફેરીમાં કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ, હેડ ક્વાર્ટર, અરવલ્લી) અને વિજયસિંહ છનાજી પરમારની (પોલીસ કૉન્ફરન્સ, હેડક્વાટર) સીધી સંડોવણી સામે આવતા અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કરી દીધા છે. બંને પોલીસ કર્મચારીઓ હાલ મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હોવાનું જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું.
રહિયોલ નજીક ખેતરમાં દારૂ સંતાડ્યો હતોદારૂની ખેપ મારનાર પોલીસ કર્મચારીઓ કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતા હશે કે કહેવું મુશ્કેલ છે કારણ કે, પહેલા પણ દારૂમાં પોલીસ કાર્યવાહી કરી હતી, પણ હવે જે દારૂની ખેપમાં પકડાયા છે. આ સમગ્ર દારૂની ખેપમાં રણજીતસિંહ સાથે અન્ય બે આરોપીઓએ રહિયોલ નજીક વિજય થનાભાઈના ખેતરમાં સંતાડ્યો હતો. જેને તલોદ માર્ગે થઈને ત્યારે શંકાના આધારે પોલીસે ઝડપી પાડ્યા હતા.