મોડાસા તાલુકામાં મૂશળાધાર વરસાદ, 10થી વધુ ગામ સંપર્ક વિહોણા
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડવાથી ગામમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.
rainfall
મોડાસાના સરડોઇ ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરડોઇ-લાલપુર રોડ પર આવેલા ડીપ પર પાણી ફરી વળતા ફસાઈ ગયા છે. બંને ગામના ગ્રામજનોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા કવાયત હાથ ધરી વિદ્યાર્થીઓને સહી સલામત ઘરે પહોંચાડ્યા હતાં. તો બીજી તરફ દાવલી-સરડોઇ વચ્ચે કોઝ-વે પર પાણી ફરી વળતા 10થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જેથી લોકો અન્ય માર્ગ શોધવા મજબુર બન્યા હતાં.