અરવલ્લીમાં ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ભિલોડાની બુઠેલી નદી બે કાંઠે - Heavy Rain in Aravalli
અરવલ્લી: ઉત્તર ગુજરાત તેમજ અરવલ્લીમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે જિલ્લાની ભિલોડામાં આવેલી બુઠેલી નદી બે કાંઠે વહી રહી છે. ભિલોડામાં ભારે વરસાદને કારણે ઇન્ચાર્જ મામલતદાર સંજય પટેલ, નાયબ મામલતદાર એસ.એન. ભગોરા વિવિધ સ્થળોની મુલાકાત કરી સ્થાનિક લોકોને જરૂરી સૂચનો કર્યા હતાં.
![અરવલ્લીમાં ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ભિલોડાની બુઠેલી નદી બે કાંઠે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4582103-thumbnail-3x2-aravalli.jpg)
Aravalli
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. ધીમીધારે વરસાદથી મોડાસા, ભિલોડા તેમજ માલપુર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભિલોડાની હાથમતી અને બુઠેલી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ભાદરવા મહિનાના અંતમાં ભારે વરસાદને પગલે ભિલોડા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેથી નિચાણવાડા વિસ્તારો પાણી પાણી ભરાયા છે.
અરવલ્લીમાં ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ભિલોડાની બુઠેલી નદી બે કાંઠે