- અરવલ્લીમાં આજે ગુરુવારે વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો
- ભારે પવનથી બાજરી અને જારનો સોંથ વળી ગયો
- ખેડૂતોને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો
અરવલ્લી : જિલ્લામાં આજે ગુરુવારે વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ભારે વાવઝોડા સાથે વરસાદ ખાબ્ક્યો હતો. સતત અડધો કલાક સુધી વરસેલા વરસાદને પગલે મોડાસા, શામળાજી, મેઘરજના ભિલોડા, માલપુર સહિતના સમગ્ર વિસ્તારમાં ખેડૂતોએ વાવેલા બાજરી, જાર સહિતના ઉભા પાકને નુકસાન થયુ હતું. ભારે પવનથી બાજરી અને જારનો સોંથ વળી ગયો હતો. નોંધનીય છે કે, તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોએ નુકસાન સહન કર્યુ હતું અને થોડા દિવસના અંતે વરસાદી આફતથી ખેડૂતોને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : ગિરિમથક સાપુતારાના તળેટીય વિસ્તારમાં કમોસમી વરસાદ