મોડાસામાં શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું - ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર
અરવલ્લી: મોડાસા તાલુકાના અન્વયે અર્બન હેલ્થ સેન્ટર મોડાસા વિસ્તારની ગુજરાતી શાળા નં.1 ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરવલ્લી તથા તાલુકા આરોગ્ય અધિકારી મોડાસાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર, મોડાસા તથા ટીમ દ્વારા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમ ઉદ્દઘાટન સમારોહ સોમવારે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
![મોડાસામાં શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5173992-thumbnail-3x2-ssss.jpg)
આ અંગે ડો.સચિન મેણાત દ્વારા શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમની સમજ પુરી પાડવામાં આવી હતી. આ સાથે જ ડો. ર્જીજ્ઞા ડી.જયસ્વાલ, તાલુકા આરોગ્ય અઘિકારી, મોડાસા દ્વારા આરોગ્યની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોડાસા તાલુકા અન્વયેના 25 નવેમ્બર થી જાન્યુઆરી 2020 દરમિયાન કુલ 66,428 બાળકોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત એક પણ બાળક આરોગ્ય ચકાસણીથી વંચિત ન રહી જાય તે બાબતે વાલી તથા હાજર લાકોને સમજાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આર.બી.એસ.કે. ટીમ મોડાસા દ્વારા કરવામાં આવ્યું હતું.