ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગુજકેટની પરીક્ષા - ગુજકેટની પરીક્ષા યોજાઇ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી. જેમાં અરવલ્લી જિલ્લામાં નોંધાયેલા 1901 વિદ્યાર્થીઓ પૈકી 1583 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં ઉપસ્થિત રહ્યા હતા.જયારે 318 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ગુજકેટની પરીક્ષા
ગુજકેટની પરીક્ષા

By

Published : Aug 24, 2020, 7:50 PM IST

અરવલ્લી: જિલ્લામાં ગુજકેટ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મોડાસાની નવ શાળામાં 120 બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા ત્રણ સેશનમાં યોજવામાં આવી હતી. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી પરીક્ષામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરી તેમને પરીક્ષા સેન્ટરોમાં પ્રવેશ આપવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને પરીક્ષા આપી હતી. જે વિદ્યાર્થીઓ પાસે માસ્ક ન હતા તેમને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા માસ્ક આપવામાં આવ્યા હતા.

ગુજકેટની પરીક્ષા
સેશન વિષય કુલ વિદ્યાર્થીઓ હાજર વિદ્યાર્થીઓ ગેર હાજર વિદ્યાર્થીઓ
પ્રથમ સેશન કેમેસ્ટ્રી અને ફીઝીક્સ 1901 1583 318
બીજુ સેશન બાયોલોજી 1497 1261 236
ત્રીજુ સેશન મેથ્સ 407 322 85


એક બેંચ પર એક જ બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા કેંદ્રો પર પોલીસના જવાનો તેમજ શિક્ષણ વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details