- અરવલ્લીમાં ગુજરાત વાલ્મિકી સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
- સફાઈ કામદારોની માગણી અંગે રક્તથી લખેલું આવેદનપત્ર પાઠવ્યું
- પ્રોવિડન્ટ ફંડ, પગાર વધારા, વીમા પોલિસી વગેરે સફાઈ કામદારોની માગ
- માગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર કરવાની ચીમકી પ્રોવિડન્ટ ફંડ, પગાર વધારા, વીમા પોલિસી વગેરે સફાઈ કામદારોની માગ
મોડાસાઃ મેઘરજ નગરની ગ્રામ પંચાયતની અંદર વર્ષોથી કામ કરી રહેલા 30 સફાઈ કામદારો પોતાના અધિકારો માટે છેલ્લા 22 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. જોકે, તંત્રએ તેમની સમસ્યા સામે આંખ આડા કાન કરતા ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે પોતાના લોહીથી લખેલું આવેદનપત્ર જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને આપ્યુ હતું.
છેલ્લા 22 દિવસથી અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયત સેવા આપી રહેલા આ સફાઈ કામદારો પોતાની પડતર માગણીઓને લઈ તંત્ર સામે ઝઝૂમી રહ્યા છે. 22 દિવસ સુધી મેઘરજ ગ્રામ પંચાયત સામે ધરણા કર્યા અને ઘરપકડ પણ વહોરી પણ તંત્રનું પેટનું પાણી ન હલતા તમામ સફાઈ કામદારો રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરની કચેરીએ આવી પહોંચ્યા હતા.